આંખ શરીરનો ખૂબ જ નાજુક અને મહત્વનું અંગ છે. તેમાં આવેલી નાનામાં નાની સમસ્યા પણ ખૂબ જ મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. આંખો આવવી પણ એક સમસ્યા જ છે. જેને તબીબી ભાષામાં કંજંક્ટિવાઇટિસ કહેવામાં આવે છે. આજે આપણે આ કંજંક્ટિવાઇટિસ વિશે જાણીશું.

શું છે કંજંક્ટિવાઇટિસ ?

આપણી આંખોમાં પારદર્શક પાતળી કંજક્ટિવા નામની પટલ હોય છે. જે આપણા પોપચાની અંદરના ભાગને અને આંખના પ્યુપિલના સફેદ ભાગને ઢાંકે છે. જો તેમાં સોજો આવે અથવા ચેપ લાગે તો તેને કંજંક્ટિવાઇટિસ કહેવાય છે.

જ્યારે કંજક્ટિવામાં નાની-નાની રક્તવાહિનીઓ ફૂલી જાય છે, ત્યારે તેને વધુ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. તેનાથી આંખનો સફેદ ભાગ લાલ કે ગુલાબી દેખાવા લાગે છે. કંજંક્ટિવાઇટિસની સમસ્યા આંખોમાં બેક્ટેરિયલ અથવા વાયરલ ચેપ અથવા એલર્જીક રિએક્શનના કારણે પણ થઇ શકે છે. આ એક ચેપી રોગ છે. તેથી તેની તાત્કાલિક સારવાર કરવી જરૂરી છે.

કંજંક્ટિવાઇટિસના લક્ષણો

કંજંક્ટિવાઇટિસથી અમુક જ કિસ્સાઓમાં તે આંખોની જોવાની ક્ષમતા પર અસર કરે છે. આ ખૂબ જ ચેપી રોગ છે. તે અન્ય લોકોમાં ખૂબ જ ઝડપથી ફેલાવા લાગે છે. તેથી જો આના લક્ષણો દેખાય તો તરત જ સાચેત થઇ જવું.

  • એક અથવા બંન્ને આંખોનો રંગ ઘેરો લાલ થઇ જાય છે.
  • આંખોમાં બળતરા અથવા ખંજવાળ આવે છે.
  • અતિશય આંસુ વહેવા લાગે છે.
  • આંખોમાંથી પાણીયુક્ત અથવા ઘટ્ટ સ્રાવ થાય છે.
  • આંખો એકદમ કઠ્ઠણ લાગે છે.
  • આંખોમાં સોજો આવવાનું લક્ષણ સામાન્ય રીતે એલર્જીક કંજંક્ટિવાઇટિસને કારણે જોવા મળે છે.

કંજંક્ટિવાઇટિસ થવાના જોખમી કારણો

  • કોઇ એવા વ્યક્તિના સંપર્કમાં આવવું જેને વાયકલ અથવા બેક્ટેરિયલ કંજંક્ટિવાઇટિસ હોય.
  • કોઇ એવી વસ્તુના સંપર્કમાં આવવું જેનાથી તમને એલર્જી (એલર્જિક કંજંક્ટિવાઇટિસ) હોય.
  • અમુક રસાયણોના સંપર્કમાં આવવું. જેમ કે, સ્વિમિંગ પૂલના પાણીમાં હાજર ક્લોરિનનો સંપર્ક.
  • કોન્ટેક્ટ લેન્સને લાંબા સમય સુધી સતત પહેરી રાખવા.

સંક્રમણને ફેલાતા કઇ રીતે રોકી શકાય ?

  • કંજંક્ટિવાઇટિસને ફેલાતો અટકાવવા માટે સ્વચ્છતા રાખવી સૌથી જરૂરી છે.
  • જ્યારે જરૂરી હોય ત્યારે પોતાના હાથને ધોવો.
  • તમારા હાથથી તમારી આંખોને સ્પર્શ કરશો નહીં.
  • પોતાની અંગત વસ્તુઓ જેમ કે, ટુવાલ, ઓશીકું, આંખના સૌંદર્ય પ્રસાધનો વગેરે કોઈને સાથે શેર ન કરો.
  • પોતાનો હાથરૂમાલ, ઓશીકાના કવર, ટુવાલ વગેરે રોજ ધોવો.

કઇ સ્થિતિમાં ડૉક્ટનો સંપર્ક કરવો ?

  • આંખમાં તીવ્ર દુ:ખાવો થવો.
  • આંખમાં તીવ્ર ડંખવાળી સંવેદના થવી.
  • દ્રષ્ટિ ઝાંખી થઇ જવી.
  • પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા.
  • આંખો અતિશય લાલ થઇ જાય.

ઉપાય

  • કંજંક્ટિવાઇટિસ ઘણા કારણોસર થાય છે, સારવાર તેના કારણ પર આધારિત છે.
  • મોટા ભાગના કિસ્સાઓમાં, રસાયણોના સંપર્કમાં આવતા થયેલા કંજંક્ટિવાઇટિસ 1થી 2 દિવસમાં તેની જાતે જ સાફ થઈ જાય છે.

વાયરલ કંજંક્ટિવાઇટિસ : વાયરલ કંજંક્ટિવાઇટિસ માટે કોઈ સારવાર ઉપલબ્ધ નથી. તેના લક્ષણો 7થી 8 દિવસમાં આપોઆપ ઓછા થઇ જાય છે. જોકે, ગરમ કોમ્પ્રેસ (કાપડને ગરમ પાણીમાં ડુબાડીને આંખો પર રાખવું) લક્ષણોમાં રાહત આપે છે.

બેક્ટેરિયલ કંજંક્ટિવાઇટિસ : કોઈપણ બેક્ટેરિયલ ચેપ માટે એન્ટિબાયોટિક્સએ સૌથી સામાન્ય સારવાર છે. બેક્ટેરિયલ કંજંક્ટિવાઇટિસમાં એન્ટિબાયોટિક આંખના ટીપાં અને મલમના ઉપયોગથી આંખ થોડા દિવસોમાં સામાન્ય અને સ્વસ્થ બની જાય છે.

એલર્જીક કંજંક્ટિવાઇટિસ : એલર્જીક કંજંક્ટિવાઇટિસમાં અન્ય લક્ષણોની સાથે આંખોમાં સોજો પણ આવે છે. તેથી તેની સારવારમાં એન્ટિ-હિસ્ટામિન આંખના ટીપાં સાથે એંટી ઇન્ફ્લૈંમેરી આંખના ટીપાં પણ આપવામાં આવે છે.

Categorized in: