ગણપતિ દાદા સૌને વાહલાં લાગે છે. કોઇ પણ મંદિરમાં ભગવાન ગણપતિની મૂર્તિ તો જોવા મળે જ છે. કોઇ પણ પ્રકારની પૂજામાં પણ ગણપતિનું પૂજન પહેલાં કરવામાં આવેછે. ત્યારે જાણો ભારતમાં આવેલા 10 ગણપતિ મંદિર વિશે.

10 Famous Ganapati Temples in India

ભારતમાં આવેલા 10 જાણીતા ગણપતિ મંદિર

  • ઐઠોર મંદિર, ગુજરાત
  • કોઠ ગણપતિ મંદિર, ગુજરાત
  • શ્રી સિદ્ધિ વિનાયક મંદિર, મુંબઇ
  • કનિપકમ વિનાયક મંદિર, ચિત્તૂર
  • મધુર મહાગણપતિ મંદિર, કેરળ
  • રણથંભોર ગણેશ મંદિર, રાજસ્થાન
  • મોટી ડુંગરી ગણેશ મંદિર, જયપુર
  • કરપગા વિનયગર મંદિર, તમિલનાડુ
  • સાસિવેકાલુ અને કાદાલે કાલુ ગણેશ મંદિર, હમ્પી, કર્ણાટક
  • ગણપતિપુલે મંદિર, રત્નાગિરી, મહારાષ્ટ્ર

1. ઐઠોર મંદિર, ગુજરાત

ઐઠોર મંદિર, ગુજરાત

ગણપતિ દાદાનું આ મંદિર સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. ગણપતિ દાદાનું ઐઠોરનું મંદિર પુષ્પાવતી નદીના કિનારે મહેસાણા જિલ્લામાં આવેલું છે. આ મંદિરમાં બિરાજમાન ગણપતિની મૂર્તિ આરસપહાણ કે અન્ય કોઈ ધાતુની નથી. પરંતુ તે મૂર્તિ માટીમાંથી બનેલી છે. આ પ્રાચીન મૂર્તિને સિંદૂરથી શણગારવામાં આવી છે. ડાબી સૂંઢવાળી ગણપતિ દાદાની મૂર્તિ ભારતમાં ભાગ્યે જ જોવા મળે છે. આ મંદિર સાથે સોલંકી કાળની અનેક દંતકથાઓ પ્રચલિત છે. પ્રાચીન કાળમાં સોલંકી વંશના શાસકો અવાર-નવાર અહીં આવીને પૂજા કરતા હતા તથા કોઇ મોટું કાર્ય કરતા પહેલા અહીં આવીને પૂજા કરતા ત્યારબાદ જ તે કાર્ય માટે આગળ વધતા હતા. ગણપતિ મંદિરના પરિસરની જમણી બાજુએ એક પ્રાચીન વિષ્ણુ મંદિર છે. જેની મૂળ પ્રતિમા અત્યારે અસ્તિત્વમાં નથી. આ મંદિર સાથે જોડાયેલી દંત કથા અનુસાર, આ મંદિરમાં રહેલી મૂર્તિ પાંડવ યુગની છે.

2. કોઠ ગણપતિ મંદિર, ગુજરાત

કોઠ ગણપતિ મંદિર, ગુજરાત

ગણપતપુરામાં આવેલું ગણપતિનું આ મંદિર એક પ્રાચીન મંદિર છે. જે ભગવાન ગણેશને સમર્પિત છે. આ મંદિર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના એક નાનકડા ગામમાં આવેલું છે. ગણપતપુરામાં ગણપતિ મંદિરને કોઠ ગણેશ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. લગભગ એક હજાર વર્ષ પહેલા એક ખેડૂતને ગણપતપુરા નજીક ઝાડીઓમાંથી ગણપતિ દાદાની મૂર્તિ મળી હતી. ભગવાન ગણપતિની મૂર્તિના માથા પર મુકુટ, સોનેરી ઝાંઝર અને કાનમાં કુંડલ હતા. ગણપતિનું આ મંદિર ખૂબ જ લોકપ્રિય મંદિર છે તથા દર વર્ષે ઘણા ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. આ મંદિરમાં દરેક સંકટ ચતુર્થી પર ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

3. શ્રી સિદ્ધિ વિનાયક મંદિર, મુંબઇ

Image Source: http://By Darwininan – Own work, CC BY-SA 3.0, https://commons.wikimedia.org/w/index.php?curid=19996450

ભગવાન ગણપતિના આ મંદિરની ગણના ભારતના સૌથી લોકપ્રિય ગણપતિ મંદિરોમાં થાય છે. આ મંદિરમાં દરરોજ ભક્તોની ભીડ રહે છે પરંતુ ગણેશ ચતુર્થી પર ભક્તોનો અલગ જ પ્રકારનો મેળાવડો જોવા મળે છે. આ મંદિર ઠેકેદાર લક્ષ્મણ વિઠુ પાટીલ દ્વારા નિ:સંતાન મહિલા માટે એવી માન્યતા સાથે બનાવવામાં આવ્યું હતું કે, તેનાથી નિ:સંતાન અન્ય મહિલાઓને ફાયદો થશે. ભગવાન ગણપતિના દર્શન માટે ઘણી મોટી હસ્તીઓ તથા દિગ્ગજો પણ દર્શનાર્થે આવે છે. મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર રાતના સમયે ખૂબ જ આકર્ષિત લાગે છે. રાત્રિના સમયે પરિસરમાં લાઇટો કરીને ફૂલોથી સજાવવામાં આવે છે.

વાંચો : કૃષ્ણના તેમના ભક્તો માટેના પ્રેમનો એક અદ્ભુત કિસ્સો

4. કનિપકમ વિનાયક મંદિર, ચિત્તૂર

Image Source: http://By IM3847 – Own work, CC BY-SA 4.0, https://commons.wikimedia.org/w/index.php?curid=79326763

આ સુંદર મંદિર આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલું છે. તે ભારતના શ્રેષ્ઠ પ્રાચીન ગણપતિ મંદિરોમાંનું એક છે. આ મંદિર તેની ઐતિહાસિક રચના અને આંતરિક રચનાઓ માટે જાણીતું છે. દેશના વિવિધ સ્થળોથી ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. આ મંદિરમાં મૂર્તિના કપાળ પર ત્રણ રંગો છે. સફેદ, પીળો અને લાલ. આ મંદિરનું નિર્માણ 11મી સદીમાં ચોલ રાજા કુલોથિંગ્સ ચોલ પ્રથમ દ્વારા લોકો વચ્ચેના વિવાદને હલ કરવા અને દુષ્ટતાને દૂર કરવા માટે કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં આવનાર ભક્તો પોતાના પાપ દૂર કરવા અને પોતાની સમસ્યાઓના નિરાકરણ માટે મંદિરના પવિત્ર જળમાં ડૂબકી લગાવે છે. બ્રહ્મોત્સવમ આ મંદિરનો મુખ્ય તહેવાર છે, જે દર વર્ષે વિનાયક ચતુર્થી (ગણેશ ચતુર્થી) દરમિયાન ઉજવવામાં આવે છે.

વાંચો : ભગવાન ગણપતિની પૂજા કરવાની સંપૂર્ણ રીત

5. મધુર મહાગણપતિ મંદિર, કેરળ

Image Source: http://By Darwininan – Own work, CC BY-SA 3.0, https://commons.wikimedia.org/w/index.php?curid=19996450

10મી સદીમાં બનેલું આ મંદિર કેરળના કાસરગોડમાં મધુવાહિની નદીના કિનારે સ્થિત છે. આ મંદિર તેના સૌંદર્ય અને ઐતિહાસિક રચના માટે જાણીતું છે. આ મધુર મહાગણપતિ મંદિરનું નિર્માણ કુંબલાના માયપદી રાજાઓએ કરાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે, આ મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિ છે, જે પથ્થર કે માટીની નહીં પરંતુ કોઇક અલગ જ સામગ્રીની બનેલી છે. આ મંદિર ભગવાન શિવનું છે, જોકે, ભગવાન ગણેશની મૂર્તિની વિશિષ્ટતા, આ મંદિરને દર્શનાર્થીઓમાં લોકપ્રિય બનાવે છે. આ મંદિરમાં એક તળાવ પણ છે. મૂડપ્પા સેવા અહીં ઉજવવામાં આવતો એક ખાસ તહેવાર છે. જેમાં, ભગવાન ગણપતિની મૂર્તિને મીઠા ચોખા અને ઘીના મિશ્રણથી ઢાંકવામાં આવે છે. જેને મૂડપ્પમ કહેવામાં આવે છે.

6. રણથંભોર ગણેશ મંદિર, રાજસ્થાન

Image Source: Jpmeena, CC BY-SA 3.0 https://creativecommons.org/licenses/by-sa/3.0, via Wikimedia Commons

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતના શ્રેષ્ઠ પર્યટન સ્થળોમાંનું એક છે. પરંતુ રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનમાં યાત્રાળુઓ અને ધાર્મિક પ્રવાસીઓ ‘ત્રિનેત્ર ગણેશ’ નામના ત્રણ આંખોવાળા ભગવાન ગણપતિના દર્શનાર્થે પણ આવે છે. આ મંદિર રણથંભોરના ઐતિહાસિક 1000 વર્ષ જૂના કિલ્લાની ટોચ પર આવેલું છે. આ સુંદર મંદિર એટલું લોકપ્રિય છે કે, દેશના ખૂણે ખૂણેથી લોકો ભગવાનના આશીર્વાદ અને પ્રેમ મેળવવા માટે ટપાલ અને લગ્નના કાર્ડ મોકલે છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિરને ભગવાન કૃષ્ણ અને રુકમણીના લગ્નનું આમંત્રણ મળ્યું હતું. ત્યારથી, લોકો તેમના લગ્નનું આમંત્રણ ભગવાનને મોકલે છે. રણથંભોર ગણેશ મંદિર લગભગ 6500 વર્ષ જૂનું છે. જ્યાં દર વર્ષે ગણેશ ચતુર્થી દરમિયાન યોજાતા ગણેશ મેળા દરમિયાન લાખો લોકો દર્શનાર્થે આવે છે.

7. મોટી ડુંગરી ગણેશ મંદિર, જયપુર

Image Source: http://By Chainwit. – Own work, CC BY-SA 4.0, https://commons.wikimedia.org/w/index.php?curid=120666829

જયપુરમાં મોટી ડુંગરી ગણેશ મંદિરનું નિર્માણ 18મી સદીમાં શેઠ જય રામ પાલીવાલે દરેક સારા પ્રસંગ પહેલા ભગવાન ગણેશના આશીર્વાદ લેવા માટે કર્યું હતું. એક નાનકડી ટેકરી પર સ્થિત આ ધાર્મિક સ્થળ જયપુરના સૌથી પ્રખ્યાત પર્યટક આકર્ષણોમાંનું એક છે. જ્યાં દરરોજ દેશના વિવિધ ખૂણેથી ભક્તો આવે છે. ‘મોટી ડુંગરી પેલેસ’ નામનો એક વિદેશી મહેલ, જે રાજમાતા ગાયત્રી દેવીનો હતો. તે પણ મંદિરની જેમ જ નજીકમાં સ્થિત છે અને ઘણા મુલાકાતીઓ તેની મુલાકાત પણ લે છે. જટિલ પથ્થરની કોતરણી પ્રવાસીઓ, ખાસ કરીને ઇતિહાસ અને કલા પ્રેમીઓ માટેનું એક સુંદર સ્થળ છે.

8. કરપગા વિનયગર મંદિર, તમિલનાડુ

Image Source: http://By Ms Sarah Welch – Own work, CC0, https://commons.wikimedia.org/w/index.php?curid=100994718

ભગવાન ગણપતિનું આ સુંદર મંદિર લગભગ 1600 વર્ષ જૂનું છે, જે તમિલનાડુનું સૌથી જૂનું મંદિર છે. તે ગુફામાં પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવ્યું છે. તેમાં અન્ય ઘણા દેવતાઓ અને દેવતાઓની પ્રતિમાઓ છે. ભગવાન ગણેશની છ ફૂટની મૂર્તિ ખૂબ જ સુંદર છે. અહીં દર્શનાર્થીઓ ખાસ કરીને રત્નોથી શણગારેલી આ પથ્થરની કોતરણીવાળી મૂર્તિને જોવા માટે આવે છે. પંડ્યા રાજાઓ દ્વારા નિર્મિત કરપગા વિનયગર મંદિર, તમિલનાડુમાં ખૂબ જ લોકપ્રિય સ્થળ છે. ખાસ કરીને આ મંદિર તેના અનન્ય આર્કિટેક્ચર અને જટિલ ડિઝાઇનિંગ માટે જાણીતું છે.

વાંચો : ગુજરાતમાં આવેલા 10 પવિત્ર શિવમંદિરો અને તેનું મહત્વ

9. સાસિવેકાલુ અને કાદાલે કાલુ ગણેશ મંદિર, હમ્પી, કર્ણાટક

Image Source: http://Ms Sarah Welch, CC BY-SA 4.0 <https://creativecommons.org/licenses/by-sa/4.0>, via Wikimedia Commons

સાસિવેકાલુ અને કાદાલે કાલુ ગણેશ મંદિર હમ્પીનું મુખ્ય આકર્ષણ છે. જે એક સમયે વિજયનગર સામ્રાજ્યની ભવ્ય રાજધાની હતી. આ મંદિરમાં ભગવાન ગણેશની બે અનોખી મૂર્તિઓ છે. જે 1440 A.D.ની છે. અહીં અન્ય દેવી-દેવતાઓની પણ કેટલીક પ્રતિમાઓ છે, જે ખૂબ જ જૂની છે. અહીંની ભગવાન ગણેશની મૂર્તિઓ કર્ણાટકની સૌથી મોટી ગણપતિની મૂર્તિ હોવાનું માનવામાં આવે છે. કેટલાક લોકોનું કહેવું છે કે, એક વખત ડેક્કન સલ્તનતના સૈનિકોએ આ પ્રતિમાનું પેટ એવું માનીને તોડી નાખ્યું હતું કે, તેમાં કિંમતી આભુષણો છે. જેના કારણે ભગવાન ગણેશની મૂર્તિમાં તિરાડ પડી ગઇ હતી. જે ચણાના બીજ જેવી લાગતી હતી. ત્યારથી આ મૂર્તિનું નામ ‘કદાલે કાલુ ગણેશ’ રાખવામાં આવ્યું હતું.

10. ગણપતિપુલે મંદિર, રત્નાગિરી, મહારાષ્ટ્ર

Image Source: Own work, Public domain, via Wikimedia Commons

આ મંદિરને અનોખું બનાવતી વાત એ છે કે, આહીં ગણપતિની મૂર્તિનું પૂર્વને બદલે પશ્ચિમ તરફ મુખ છે. વળી, સ્થાનિક લોકોનું માનવું છે કે, ભગવાન ગણેશની મૂર્તિ કોઇએ અહીં મૂકી નથી, પરંતુ તે સ્વંયભૂ પ્રગટ થઇ છે. દંતકથા અનુસાર, એક વખત એક સ્થાનિક ગૌવંશની ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું હતું. અને તેને ફરીથી એક ચટ્ટાનના ચોક્કસ સ્થળે દૂધ આપવાનું શરૂ કર્યું હતું. જ્યાં પાછળથી ભગવાન ગણેશની મૂર્તિ સાથે એક પથ્થર ઉભરી આવ્યો હતો. તે દિવસથી જ આ સ્થળને પવિત્ર માનવામાં આવે છે. લોકો આ સ્થળને ગણપતિપુલે મંદિર નામ આપ્યું હતું. આ મંદિરનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે, ફેબ્રુઆરી અને નવેમ્બર મહિનામાં સૂર્યનો પ્રકાશ સીધો ગણેશ ભગવાનની મૂર્તિ પર પડે છે.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.