ભારતનો રાષ્ટ્રધ્વજ તે ભારતીયો માટે તેમનું ગૌરવ છે. ભારતના રાષ્ટ્રધ્વજમાં સમય-સમયે ઘણાં ફેરફારો કરવામાં આવ્યા હતા. 1947 પહેલાનો રાષ્ટ્રધ્વજ સ્વતંત્રતા સંગ્રામનું પ્રતિનિધિત્વ કરતો હતો. હવે રાષ્ટ્રધ્વજ સ્વતંત્ર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તો તે રાષ્ટ્રધ્વજના ઇતિહાસ વિશેની માહિતી.

History of Indian flag

1906નો રાષ્ટ્રધ્વજ

1906નો રાષ્ટ્રધવજ

ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ 1906માં બન્યો હતો. આ ધ્વજ સૌ પ્રથમ કોલકત્તામાં 7 ઓગસ્ટ 1906ના રોજ લહેરાવવામાાં આવ્યો હતો. આ ધ્વજમાં ત્રણ રંગ હતા. લીલો, પીળો અને લાલ. ધ્વજની વચ્ચે વંદેમાતરમ્ લખેલું હતું. લાલ પટ્ટાની આંદર આઠ સફેજ કમળ હતા. અને પીળા પટ્ટા પર બલ્યૂ રંગથી વંદેમાતરમ્ લખેલું હતુ. લીલા પટ્ટા ડાબી બાજુ સફેદ સૂર્ય અને જમણી બાજુ અડધા ચંદ્ર જેવું નિશાન હતું. આ ધ્વજમાં રહેલો લાલ રંગ સ્વાતંત્ર્ય સંગ્રામનું પ્રતીક અને પીળો રંગ વિજયનું પ્રતીક ગણાતો હતો. આ ધ્વજ સ્વામી વિવેકાનંદની આયરિશ શિષ્યા સિસ્ટર નિવેદિતાએ બનાવ્યો હતો. આ ધ્વજ સિસ્ટર નિવેદિતાના ધ્વજ તરીકે પણ ઓળખાવામાં આવે છે.

1907નો રાષ્ટ્રધ્વજ

1907નો રાષ્ટ્રધ્વજ

મેડમન ભિખાજી કામા અને તેમાના ક્રાંતિકારીઓના જૂથે ૧૯૦૭માં રાષ્ટ્રધવનું બીજું સ્વરૂપ તૈયાર કર્યું હતું. 22 ઓગસ્ટ, 1907ના રોજ જર્મનીના સ્ટુટગાર્ટમાં મેડમ કામા વિદેશની ધરતી પર ભારતીય ધ્વજ ફરકાવનારા પ્રથમ વ્યક્તિ બન્યા હતા. બીજો રાષ્ટ્રધ્વજ અમુક ફેરફારોને બાદ કરતાં પ્રથમ રાષ્ટ્રધ્વજ જેવો જ હતો. આ ધ્વજને બર્લિનમાં સમાજવાદી સંમેલનમાં પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ ધ્વજને સપ્તર્ષિ ધ્વજ તરીકે પણ ઓળખવામાં આવે છે.

1917નો રાષ્ટ્રધ્વજ

1917નો રાષ્ટ્રધ્વજ

આ ત્રીજો રાષ્ટ્રધ્વજ હેમ ચંદ્રદાસ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ ધ્વજ હોમરૂલ ચળવળ દરમિયાન ડૉ. એની બેસન્ટ અને લોકમાન્ય તિલક દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. આ ધ્વજ અત્યાર સુધીના ધ્વજમાંથી સૌથી રંગીન ધ્વજ ગણાય છે. આ ધ્વજમાં પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ ગોઠવવામાંઆવી હતી. જેમાં સપ્તર્ષિના તારાજૂથને અનુરૂપ સાત તારાઓ ગોઠવવામાં આવ્યા હતા. ડાબી બાજુના ઉપરના ખૂણામાં યુનિયન જેક હતો. તથા જમણી બાજુના ખૂણામાં સફેદ અર્ધચંદ્રાકાર અને તારો પણ હતો. જોકે, યુનિયન જેકની હાજરીના લીધે આ ધ્વજને સામાન્ય રીતે અસ્વીકાર્યો હતો.

વાંચો : જાણો વડાપ્રધાનના Har ghar tiranga અભિયાન વિશેની દરેક માહિતી

1921નો રાષ્ટ્રધ્વજ

1921નો રાષ્ટ્રધ્વજ

આ રાષ્ટ્રધ્વજ પિંગલી વેંકૈયા દ્વારા બનાવવામાં આવ્યો હતો. ૧૯૨૧માં બેઝવાડામાં (હાલનું વિજયવાડા) મળેલી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધિવેશન દરમિયાન તેમાને આ ધ્વજ તૈયાર કર્યો હતો. આ ધ્વજમાં લાલ રંગ હિન્દુ સમુદાય અને લીલો રંગ મુસ્લિમ સમુદાયનું પ્રતીક હતું. ગાંધીજીના સૂચન પ્રમાણે તેમાં એક સફેદ રંગના પટ્ટાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે અન્ય ધર્મો અને કોમનું પ્રતીક હતો. તેમાં ચરખો મુકવામાં આવ્યો હતો જે ભારતની પ્રગતિનું પ્રતીક ગણાતું હતું.

1931નો રાષ્ટ્રધ્વજ

1931નો રાષ્ટ્રધ્વજ

પિંગલી વેંકૈયાના ધ્વજમાં સામાન્ય ફેરફાર કરીને આ ધ્વજ બનાવવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૩૧માં ત્રિરંગાને આપણા રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તેમાં કેસરી, સફેદ અને લીલો તેમ ત્રણ રંગો હતા. તથા તેમાં વચ્ચે ગાંધીજીના ચરખો મુકવામાં આવ્યો હતો.

1947થી અત્યારનો રાષ્ટ્રધ્વજ

ભારતનો રાષ્ટ્રધ્વજ

આ રાષ્ટ્રધ્વજમાં 1931ના રાષ્ટ્રધ્વજમાં આવેલા ચરખાની જગ્યાએ અશોકચક્ર મુકવામાં આવ્યું હતું. આ ધ્વજ ૨૨ જુલાઇ, ૧૯૪૭ના રોજ બંધારણ સભાની બેઠક દરમિયાન સ્વીકારવામાં આવ્યો હતો. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ તેને ભારતનો સત્તાવાર રાષ્ટ્રધ્વજ ઘોષિત કરવામાં આવ્યો હતો.

વાંચો : Draupadi murmu : પ્રોફેસરથી ભારતના 15મા રાષ્ટ્રપતિ બનવા સુધીની સફર

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો.