How to remove tanning in Guajarati – Tanning dur karvana upayo – tan removal home remedies

ટેનિંગ એટલે તવ્ચાનો રંગ તમારા ઓરિજનલ રંગ કરતા ડાર્ક થઇ જાય. ટેનિંગ થવાનું મુખ્ય કારણ સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણો છે. તે કિરણો તવ્ચાના સૌથી બહારના સ્તર પર આવેલા કોષોને નુકશાન પહોંચાડે છે. તેનાથી બચવા ત્વચા મેલાનિનનું ઉત્યાદન કરે છે. તેથી શરીરનો રંગ ડાર્ક થઇ જાય છે. જેને ત્વચા ટેન થઇ તેવું કહેવાય છે.

જ્યારે તમારી સ્કીન ટેન થઇ જાય ત્યારે તેને જલ્દી અને આસાનીથી દૂર કરવાની રીત વિશે જાણો.

1. હળદર (Turmeric)

હળદર

ચહેરા પર નિખાર લાવવા માટે અલગ-અલગ ઘણી પ્રોડક્ટમાં હળદરનો ઉપયોગ થાય છે. હળદરનો ઉપયોગ મેલાનોજેનેસિ (melanogenesis)ને અટકાવવા માટે પણ થાય છે. મેલાનોજેસિસ એટલે તે પ્રક્રિયા જેના દ્વારા મેલાનિન ઉત્પન્ન થાય છે. હળદર તમારી સ્કીન જે ડાર્ક થઇ ગઇ હોય તેને દૂર કરીને તમારો નેચરલ નિખાર પાછો લાવે છે. તથા તમારા ચહેરાનો ગ્લો પણ વધારે છે. તેનો ઉપયોગ કરવા માટે એક ચમચી હળદરમાં, 1 ચમચી દૂધ ઉમેરો. તેમાં અડધી ચમચી મધ ઉમેરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવીને 15થી 20 મિનિટ માટે રહેવા દો. આ પ્રક્રિયા અઠવાડિયામાં એકવાર કરો.

2. કુંવરપાઠું (Aloe Vera)

કુંવરપાઠું

કુંવરપાઠું પણ સ્કીન માટેની ઘણી બધી ટ્રીટમેન્ટમાં ઉપયોગી હોય છે. તે તમારા ચહેરાની ડાર્કનેસને દૂર કરીને તમારા ચહેરાનો ગ્લો પાછો લાવવામાં મદદ કરે છે. આનો ઉપયોગ કરવા 1 ચમચી કુંવરપાઠાના અર્કમાં, 1 કાકડીને મિક્સચરમાં બ્લેન્ડ કરીને તેમાં એક ચમચી મધ ઉમેરો અને તેની ઘટ્ટ પેસ્ટ બનાવો. તેને ચહેરા પર 20 મિનિટ સુધી રહેવા દો. આ પ્રક્રિયાને અઠવાડિયામં 2 વાર કરો. આ પ્રક્રિયા પછી સન સ્કીમ લગાવ્યા વગર સૂર્ય પ્રકાશમાં ન જવુ જોઇએ.

વાંચો : સ્ત્રીઓના ચહેરા પર રહેલા વાળનો દૂર કરવાના ઉયાય વિશે

3. લેસર ટ્રીટમેન્ટ (Laser Treatment)

લેસર ટ્રીટમેન્ટ

આ ટ્રીટમેન્ટ તમારા બહારી ભાગમાં રહેલી ડેડ અને ડ્રાય સ્કીનને દૂર કરે છે. તેનાથી તમારા ચહેરા પર રહેલી ટેનિંગ દૂર થાય છે. આ ટ્રીટમેન્ટ નુકશાનકારક નથી. પરંતુ ઘણીવાર તેમાં તમને થોડાઅંશે દુ:ખાવો અને સોજો આવવાની શક્યતા રહે છે.

4. ચણાનો લોટ (Gram Flour)

ચણાનો લોટ

ચણાનો લોટ ચહેરાના ગ્લો માટે ખૂબ જ ઉપયોગી રહેલો છે. એક કપ ચણાના લોટમાં 1 ચમચી હળદર ઉમેરો. તેમાં દૂધ અથવા પાણી ઉમેરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. ત્વચા પર ટેંનિગ થયેલા ભાગ પર લગાવો. પેસ્ટ સૂકાઇ જાય ત્યાં સૂધી રહેવા દો. સંપૂર્ણ સૂકાઇ ગયા બાદ તેને હૂંફાળા ગરમ પાણીથી ધોઇ લો. આ પ્રક્રિયા અઠવાડિયામાં એકવાર કરો.

5. ગ્લાયકોલિક એસિડ (glycolic acid)

ગ્લાયકોલિક એસિડ

ગ્લાયકોલિક એસિડએ સ્કીનની અલગ-અલગ ઘણી સમસ્યાના સમાધાનમાં ઉપયોગી છે. આ તમારી સ્કીન સેલને એક્સફોલિયેટ કરીને સ્કીન પરના ટેનિંગને દૂર કરે છે. એક્સફોલિએટ એક એવી પ્રક્રિયા છે જે, તમારી ડેડ સ્કીન સેલને દૂર કરે છે. ગ્લાયકોલિક એસિડનો ડ્રાય સ્કીન પર જ ઉપયોગ કરવો જોઇએ. તેને ચહેરા પર 10 મિનિટથી વધારે ન રહેવા દો. જો તમે તેને વધારે રાખશો તો તમારા ચહેરાને નુકશાન પહોંચી શકે છે. તેનો ઉપયોગ અઠવાડિયામાં 2થી 3 વાર કરો.

વાંચો: કમરના દુ:ખાવાના કારણોથી સારવાર સુધીની સંપૂર્ણ માહિતી – Back Pain

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.