Azadi Ka Amrit Mahotsav – Har Ghar Tiranga

આ વર્ષે આપણે આપણા ઘર ઉપર તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી કરીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાનની વાત કરી હતી. આમાં સામાન્ય નાગરિકોને તેમના ઘરમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને આ અભિયાનમાં સહભાગી થવાની પહેલ કરી હતી.

હર ઘર તિરંગા અભિયાન શું છે ? – What is Har Ghar Tiranga Abhiyan?

આપણો રાષ્ટ્રધ્વજ દરેક ભારતીય માટે ગૌરવનું પ્રતિક છે. તે રાષ્ટ્રીય અખંડિતતાનું પ્રતિનિધિત્વ કરે છે. ભારત સરકારે “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના પ્રયાસ રુપે હર ઘર તિરંગા અભિયાન શરુ કર્યું છે. તેનાથી દેશના નાગરિકોના હૃદયમાં દેશભક્તિની ભાવનાને જગાડવા અને આપણા રાષ્ટ્રધ્વજ વિેશે જાગૃતિ લાવવાનો હેતુ છે.

13થી 15 ઓગસ્ટ વચ્ચે તિરંગો લહેરાવો

આ અભિયાન દ્વારા ભારતના દરેક ઘર પર તિરંગો ફરકે તેવી યોજના છે. સરકારે અંદાજે 20 કરોડ ઘરનો ટાર્ગેટ રાખ્યો છે. સરકારની અપીલ છે કે, 13થી 15 ઓગસ્ટ વચ્ચે જનભાગીદારીથી 20 કરોડથી વધુ ઘરો પર તિરંગો ફરકાવાય. તેમાં સરકારી અને ખાનગી સંસ્થાઓનો પણ સમાવેશ કરાશે.

અભિયાનમાં કેવી રીતે જોડાશો ?

સરકાર દ્વારા આ અભિયાનમાં ભાગ લેવા માટે એક વેબસાઇટ પણ બનાવવામાં આવી છે. તમે harghartiranga.com ની મુલાકાત લઈને હર ઘર તિરંગા સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. આ વેબસાઈટ પર સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની રીત આ મુજબ છે. વેબસાઇટ પર તમારે તમારું નામ અને મોબાઇલ નંબર ઉમેરવાનો રહેશે તથા તમારું લોકેશન ચાલુ કરવાનું રહેશે.

તિરંગો ફરકાવવાના નિયમો – Rules to hoist Tricolor

જ્યારે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવો ત્યારે ત્યારે તેના સન્માનનું પુરતું ધ્યાન રાખજો. રાષ્ટ્રધ્વજ જમીનને ન અડે તેનું ધ્યાન રાખવું. રાષ્ટ્રધ્વજને ફરકાવવાના દરેક નિયમોનું ધ્યાન રાખવું. રાષ્ટ્રધ્વજનો કોઇ પણ પ્રકારના શણગાર માટે ઉપયોગ કરવો નહિ.

રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો

રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમોમાં અમુક પ્રકારના ફેરફારો કરવામાં આવ્યા છે. રાષ્ટ્રધ્વજને સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં ફરકાવી શકાતો ન હતો પરંતુ હવે તમે તેને રાત્રે તથા દિવસ દરમિયાન પણ ફરકાવી શકો છો. પહલાં માત્ર ખાદીના કપડાનો જ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાતો હવે, કોઇ પણ પ્રકારના કાપડનો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે.

તહેવારનો માહોલ બનશે

ઘરની ઉપર તિરંગો લગાવવાથી તમારામાં દેશભક્તિ વધારે છે અને જે તિરંગો નથી લાવતું તેનામાં દેશભક્તિ ઓછી છે. આ અભિયાનનો ઉદ્દેશ એવો નથી. માત્ર તહેવારના દિવસે તે તહેવારનો માહોલ બને તે ઉદ્દેશ છે. તમે દિવાળીમાં દીવા કરો છો ? હોળીમાં રંગ ઉડાડો છો ? તેવું કરવાથી તે તહેવારનો માહોલ બને છે. તેમજ સ્વાતંત્રતા દિવસ પણ રાષ્ટ્રીય તહેવાર છે. તિરંગો લહેરાવવાથી તે તહેવારનો માહોલ બનશે.

અલગ-અલગ સ્પર્ધાઓનું આયોજન

બાળકોમાં દેશભક્તિની ભાવના જગાડવા માટે શાળાઓ અને સંસ્થાઓ દ્વારા દેશના વિવિધ ભાગોમાં હર ઘર તિરંગા વિષય પર ચિત્ર, ક્વિઝ અને અન્ય સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

વાંચો: Indian Flag : ભારતના રાષ્ટ્રધ્વજનો સંપૂર્ણ ઇતિહાસ

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.