French fries recipe in Guajarati – French fry recipe

સામગ્રી

  • 3 મોટી સાઇઝના બટાકા
  • મીઠું સ્વાદાનુસાર
  • તળવા માટે તેલ (જરુર મુજબ)
  • પાણી (જરુર મુજબ)

વાંચો : પેરી-પેરી મસાલો બનાવવાની રીત

બનાવવાની રીત

  • સૌ પ્રથમ બટાકાને છોલી દો. (લાલ છાલવાળા બટાકા સૌથી સારા રહેશે.)
  • છોલેલા બટાકાને લાંબી-લાંબી ફ્રેન્ચ ફ્રાઇઝના આકારમાં કાપી લો.
  • બટાકા કપાઇ જાય ત્યારબાદ, એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા મુકો.
  • પાણી ગરમ થઇ ગયા બાદ બટાકાને પાણીની અંદર ઉમેરો.
  • બટાકાને પાણીની અંદર 70% જેટલા ચડી જાય ત્યારપછી તેમાંથી પાણી નીકાળી દો.
  • બટાકાને એક કોરા કપડાની અંદર નીકાળીને કોરા કરી દો.
  • એક કડાઇમાં તેલ ગરમ કરીને થોડી-થોડી બાફેલી ફ્રેન્ચ ફ્રાઇઝને ગોલ્ડન બ્રાઉન (કડક) થાય ત્યાં સુધી તળી લો.
  • તેના ઉપર મીઠું અથવા પેરી-પેરી મસાલો નાખીને બરાબર મિક્સ કરીને પીરસો.

વાંચો: સાબુદાણાના વડા બનાવવાની રેસિપી | Sabudana vada recipe

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.

Categorized in: